જીગરથી કરેલી કોશિષ | Amitabh Bachchan | Kadak Mithi

જીગરથી કરેલી કોશિષ 


જીગરથી કરેલી કોશિષ નિષ્ફળ ગઈ હોય એવું હજી તો સાંભળ્યું નથી. કોશિષ જરૂરી છે ક્યોંકી, વાદે અક્સર તૂટે જાતે હૈં, કોશિષેં કામયાબ હો જતી હૈ એમ તો ખૂદ અમિતાભ બચ્ચન પણ કહી ચૂક્યા છે ને !

ઝીદ પકડી હોય હોય કે આ તો કરીને જ ઝંપીશ, પછી તો સુનામી હોય કે ‘કેટરીના’ (વાવાઝોડું) – કી ફરક પેંદા યારો !

આજ બાદલોં ને ફીર સાજિસ કી હૈ,
જહાં મેરા આશિયાઁ થા વહીં બારીશ કી હૈ,
અગર ફલક કો ઝીદ હૈ બિજલીયાઁ ગીરાને કી,
તો હમેં ભી ઝીદ હૈ વહીં પે આશિયાઁ બનાને કી

આ ફક્ત શેર છે, કે ફક્ત કહેવાની વાતો છે, એવું નથી. અરે..! આ સદીના મહાનાયક તરીકે બિરુદ પામનાર ખૂદ અમિતાભ બચ્ચન પણ આવી નિષ્ફળ પરીસ્થિતિ માંથી, કપરા સમયને પોતાની ક્લેરીટી, શાર્પ પ્લાનીંગ, મહેનત, દિવાનગી, ઝનૂન, પેશન જેવા અનેક ફેક્ટર્સથી એક નહીં બે વાર સફળતાની મિસાલ બની ચૂક્યા છે એ આપણે સહુ જાણીએ છીએ ને !  શરૂઆતના તબક્કામાં ટોટલ ફેલ્યોર એક્ટરમાંથી સફળ એક મેગા સ્ટાર બનીને, અને બીજી વાર એ.બી.સી.એલ. ની ઘોર નિષ્ફળતા પછી ભાંગી પડવાને બદલે કઠોર પરિશ્રમથી – રાખમાંથી ઊભા થયેલ ફીનીક્સ પક્ષીઈ જેમ – સ્ટાર ઓફથી મિલેનીયમ સુધી. અને તેમની સફળતાની તો મિસાલ આપી શકાય એમ છે, ૭૨ થી વધુ વર્ષની ઉંમરના દાદાઓને હાલવામાં ય પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે આ દાદા માટે હજી એન્ગ્રી ઓલ્ડમેનના રોલ્સ લખાય છે, ને એના નામની ફિલ્મો પણ ધૂમ-ધડાકા સાથે ચાલે છે, સીટીઓ વાગે એમની એન્ટ્રી થાય ત્યાં. બોલો, સંકલ્પની – સફળતાની આનાથી વધુ સારી મિસાલ કઈ હોય શકે હવે ?

એટલે જ કહેવાય છે કે સફળ લોકોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોમાં ઈચ્છા.

પ્રતિકૂળ પરીસ્થિતિઓ, પ્રશ્નો, અંતરાયો, હર્ડલ્સ, મુશ્કેલીઓ, દોડવાનું શરુ કર્યું ને સ્પીડ-બ્રેકરો તો એ ના એ જ છે, આવતા જ રહેવાના છે, એટલે સફળતાનો જે રસ્તો સિલેક્ટ કરીએ તે સરળ, સ્મૂથ હોવાનો એ વાત માં માલ નથી. અને આમ પણ, મુશ્કેલીઓને પાર પડ્યા વગર મેળવેલ ફળોમાં મીઠાસ નથી હોતી. તોફાનો સર્જાય ને અનેક વિટંબણાઓને પાર કરતાં, ધસમસતા પૂરમાં, વિરુદ્ધ પ્રવાહમાં તરતાં સામા છેડે પહોંચ્યાનો આનંદ જુદો જ હોય.
Follow us on Facebook : www.facebook.com/Kadak-Mithi-1045589492246325/

#KadakMithi #Gujrati #FloppTalk

No comments