પેશનેટ એફ્રટૅ્સ | Kadak Mithi
પેશનેટ એફ્રટૅ્સથી, દરેક ક્ષણને તકમાં તબદીલ કરવાની હોય – ઊભી કરવાની  હોય. તકની રાહ ન જોવાય. લોઢાને મનગમતો આકાર આપવા માટે તપાવવું પડતું હોય છે, પછી એના પર હથોડાના ઘા મારી-મારીને આકાર આપી શકાય, પણ તક ઊભી કરવાની વાત કરીએ તો સાચું તો એ છે કે ઘા મારવા માટે લોઢું ગરમ થવાની રાહ પણ ન જોવી, ઘા જ એવા ફટકારો કે લોઢું ગરમ થઈ જાય.

ઠાકુર ભલે ને કહે લોહા ગરમ હૈ માર દો હથોડા પણ લોહા ને ગરમ થવાની રાહ જોવામાં ગબ્બર ભાગી જાય તો શું કામનું ! એના કરતાં તક ઊભી કરવી એટલે ફાયદે કાં સૌદા. ઘા જ એવા ફટકાર્યા હોય કે લોઢું ગરમ થઈ જાય જયારે બીજા હજી જયારે તકની રાહ જોતા બેઠા હોય, ને તક આવે ને એ તકને સમજે ને તકને ઝડપે ત્યારે આપણે ગબ્બર સામે બંધૂક તાકીને ઊભા પણ રહી ગયા હોઈએ.. હેન્ડ્ઝ અપ !!

જો કે, જેટલું માનીએ છીએ એટલું સહેલું પણ નથી કે લોઢાને ફટકારવા માંડીએ ને ગરમ કરી નાખીએ એટલે કામ પતી ગયું, બેશક અઘરું છે. પણ સંકલ્પ તો કરવો પડે ને ! જબ જબ જો જો હોતા હૈ, તબ તબ સો સો હોતા હૈ, આવું બોલનારા ઈચ્છા તો જાત જાત ની કરતાં હોય, પણ એ ઈચ્છા-સપનાઓને સાકાર કરવા માટે નો સંકલ્પ પણ કરવો પડે ભાઈ.

No comments