પ્લાન, રાઈટ ડીરેક્શન, યોગ્ય વિઝન, આગોતરુ પ્લાનીંગ, પરફેક્ટ એક્ઝીક્યુશન | Kadak Mithi

અમુક યુદ્ધ કેદીઓ ઘણા સમયથી દુશ્મન દેશોની જેલમાં સબડતા હતા, જેલમાં રહેવું કોને ગમે ? રોજ બધા ભેળા મળીને પ્લાન કરતા રહેતા કે આ જેલમાંથી ભાગવું કેમ ? તોતીંગ પ્રશ્ન હતો, પણ એક રાત્રે બધા યુક્તિ-પ્રયુક્તિ કરી, જેમ તોડીને ભાગ્યા, અંધારું બહુ હતું, પણ અંધારા સિવાય તો ભાગવાનો મેળ પણ કેમ આવે ?

ભાગતાં-ભાગતાં દરીયો આવ્યો, અને નસીબજોગે એક હોડી પણ મળી ગઈ, બધા ગોઠવાઈ ગયા હોડીમાં, અને નક્કી પણ કર્યું કે બધા જોર લગાવીને એકસાથે હેલસાં મરશું તો જ આપણે સામા કિનારે ઝડપથી પહોંચશું અને બંધન – કેદમાંથી છૂટી જઈશું. બધાએ ખરેખર ખૂબ જોર લગાવીને આખી રાત હલેસાં માર્યા કર્યા. અંધારું બહુ હતું, કાંઈ દેખાય નહીં, એટલે ફક્ત શારીરિક તાકાતનો ઉપયોગ કર્યા કરવો જ બધાને મુનાસીબ લાગ્યો, બસ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવી થીયરી ઉપર જોર લગા કે હૈ..યા..

પણ સવાર પડી, ને બધા ચમક્યા.. અરે ! આ તો આપણે ત્યાંને ત્યાં જ છીએ ! આમ કેમ થયું ? આપણે તો આખી રાત હલેસાં માર્યા હતાં. તો પછી આવું કેમ થયું ? પછી ધ્યાનથી જોતાં ખબર પડી કે રાત્રે ઉતાવળમાં આપણે હોડીનું લંગર – દોરડું જ છોડવાનું ભૂલી ગયા હતા, આખી રાત હલેસાં માર્યા, ખૂબ જ મહેનત કરી પણ બાંધેલા દોરડાંના સહારે ગોળ – ગોળ ફરતા રહ્યા ! નક્કર પ્લાનીંગ નો અભાવ જ ને ! ન યોગ્ય વિઝન, ન આગોતરુ પ્લાનીંગ અને એડમિનિસ્ટ્રેટીવ મુદા્ઓના સદંતર અભાવનું પરિણામ આવ્યું આ રીતે, હાસ્યાસ્પદ.

તો મહત્વની વાત એ છે કે નક્કર પ્લાનીંગ સાથે, ચોક્કસ વિઝન સાથે પરફેક્ટ એક્ઝીક્યુશનની બ્લુ પ્રિન્ટ બનાવીને અને ખાસ કરીને રાઈટ ડીરેક્શનમાં જો ચાલવાનું ચાલુ કર્યું, તો પરિણામ સક્સેસના રૂપમાં જ આવે, એ ગેરેન્ટીડ છે.

હા, આ કેદીઓના ભાગવામાં પણ પ્લાનીંગ તો ૧૦૦% હતું જ કે આપણે જેલ તોડીને ભાગવું એ પણ દરીયાના રસ્તે ભાગવું, અને મુક્ત જગ્યાએ પહોંચવું તેવું વિઝન પણ ચોક્કસ હતું પરંતુ મૂળ મુદો – રાઈટ ડીરેક્શન ન હતું, પ્રોપર એડમિનિસ્ટ્રેટીવ ઈમ્પ્લીમેન્ટેશન ન હતું. જેનું આવું પરિણામ આવ્યું. એટલે કાર્ય કર્યું ખરું પણ જુદી રીતે કરવાની જરૂર હતી, તો સફળતા મળી હોત કે નહીં ?


Follow us on Facebook : www.facebook.com/Kadak-Mithi-1045589492246325/

#KadakMithi #Gujrati #FloppTalk

No comments