રસ્તામાં ટ્રાફીક જામ | Kadak Mithi


રસ્તામાં ટ્રાફીક જામ ! કોઈ રોંગ સાઈડથી ઓવરટેઈક કરીને ગયો ! કાર કે બાઈક બીજા સાથે ‘ટચ’ થઈ ગયું ! આજે સામાન્ય સંજોગોમાં પણ ‘મગજ છટકી જવું’ કે ‘ગરમી પકડી જવી’ જેવી લાગણીઓ બહુ થઈ આવે છે,બધા હીરો બનવાની કોશિષમાં એન્ટી-હીરો જેવી પર્સનાલિટી ક્રિએટ કરી નાખે છે. ફિલ્મોમાં હીરો એક મુક્કામાં ૪૦-૫૦ ને સુવડાવી દે, એટલે ભાઈ પણ રજનીકાંત બની જાય.

યુવાનલોહીમાં ગરમી હોવી સ્વાભાવિક છે, પણ આ રીતે નહીં. ગરમી કરવી જ છે તો એ ગરમીને ફ્યુઅલ તરીકે ટ્રાન્સફોર્મ કરો ને ! તમારી લાઈફની, તમારા અસાઈમેન્ટૂસની, તમારા ટાર્ગેટ તરફ જવાની ઝડપને વધારો, જે તમને બીજા કરતા વધુ ઝડપે સફળતાની ટોચ પર પહોંચાડે – ગરમીનો બેસ્ટ ઉપયોગ આ થયો. હું તો ચોક્કસ કહીશ કે આવી ગરમી ઓછી પણ ન થવા દેતા. આ જીવન, મનુષ્યદેહ મળ્યો છે તે ઈશ્વરની આપણા પર મહાન કૃપા છે, તેણે વ્યર્થ જવા દઈએ આપણે ખરેખર તો ઈશ્વરને અવગણીયે છીએ.

સારું, સફળ અને શ્રેષ્ઠ કાર્ય કરીને અંતરમાં આનંદ ઉત્પન્ન થાય, તે ખરેખર તો ઈશ્વરની શ્રેષ્ઠ પ્રશંસા છે, સ્તુતિ છે. તેથી સંકલ્પ કરો, કે આપણે આપણી ઝીંદગીની એક પણ ક્ષણ હવે અનવોન્ટેડ મેટર્સમાં વેડફશું નહીં.

      સફળ લોકોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોમાં ઈચ્છા.

આપણી પાસે દાખલો પણ છે કે બી.સી. નો.. શરૂઆતના ૧૦૦૦ રૂપીયાના પ્રશ્નો ખૂબ આસન હોય છે પણ જેમ જેમ ઈનામની રકમ વધતી જાય છે એમ એમ પ્રશ્નો પણ અઘરા આવતા જાય છે તો એના માટે દરેક કન્ટેસ્ટન્ટ પોતાનાથી બનતી તૈયારી કરીને જ જાય છે, ખૂબ વાંચે, અલગ અલગ વિષયોની માહિતીઓ એકઠી કરે, જ્ઞાન મેળવે. અને પછી કે.બી.સી. ની હોટ સીટ પર બેસીને ૧૦૦૦ થી લઈને મેક્સીમમ રકમ સુધીના ઈનામો જીતવા માટે ભરપૂર કોશિષ કરે. જેની જેવી તૈયારી, એવી ઈનામની રકમના રૂપમાં એની સફળતા. બટ ઇટ્સ નોટ’ સીધી બાત. નો ડાઉટ, એમાં રીસ્ક ફેક્ટર પણ એટલું જ છે કે કદાચ એક ચોક્કસ ઈનામની રકમ જીત્યા પછી નો કોઈ એક સવાલ એવો આવે કે જેનો જવાબ ખોટો પડે, તો જીતેલી તમામ રકમ ગુમાવી દેવાની પણ પરીસ્થિતિ ઊભી થઈ જાય ખરી !

જીવનમાં સામે આવતી તમામ નાની-મોટી વાતોને જીવનમાં ગ્રહણ કરતાં જવી, જ્ઞાન – નોલેજ એવી વસ્તુ છે જે ક્યારેય પૂર્ણ નથી થઈ જતી, કે એવું પણ ન બને કે જ્ઞાન મેળવી મેળવીને મગજ હાઉસફૂલ થઈ ગયું, હવે કોઈ જ્ઞાન કે નોલેજ અંદર સમાઈ શકે એવી જગ્યા જ નથી

No comments