એક સરસ વાત | Kadak Mithi

એક સરસ વાત, એક વાર ફિલોસોફીના ક્લાસમાં પ્રોફેસર ઉદાહરણ આપી રહ્યા હતા, તેમણે કાચની એક બરણી લીધી અને તેને પત્થરોથી ભરવા લાગ્યા, બરણી આખી ભરાઈ ગઈ, એટલે તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે હવે આ બરણીમાં જગ્યા છે ??

વિદ્યાર્થીઓ એ સ્વાભાવિક જ આખી બરણી ભરેલી જોઇને કહ્યું કે ના, હવે કોઈ જગ્યા નથી.

પ્રોફેસર નાની-નાની કાંકરીઓ બરણીમાં ભરવા લાગ્યા, મોટા પત્થરોની વચ્ચેની જગ્યામાં નાની કાંકરીઓ સમાઈ ગઈ, ફરી પ્રોફેસરે પૂછ્યું કે હવે જગ્યા હોય એવું લાગે છે ? વિદ્યાર્થીઓનો એ જ જવાબ હતો કે, ના, હવે બરણી સાવ ભરાઈ ગઈ છે. ફરી પ્રોફેસર બારીક ધૂળ બરણીમાં ભરવા લાગ્યા, મોટા પત્થરો અને નાની કાંકરીઓ વચ્ચેની જગ્યામાં બારીક ધૂળ આસાનીથી સમાવા લાગી, ફરી પ્રોફેસર એ જ સવાલ અને વિદ્યાર્થીઓનો એ જ જવાબ !

ફરી એકવાર પ્રોફેસર પાણી લઈને બરણીમાં રેડ્યું, અને ખાસું એવું પાણી તેમાં જગ્યા કરીને સમાઈ ગયું..!

ત્યારે પ્રોફેસરે કહ્યું કે જ્ઞાનનું પણ આવું જ છે, કોઈ પણ તબક્કે એવું ન કહી શકાય કે મારામાં સંપૂર્ણ જ્ઞાન છે, અને હવે નવા જ્ઞાનનો કોઈ અવકાશ જ નથી.

માનવીના હાર્ડડીસ્ક સમાન મગજમાં સ્ટોરેજ સ્પેસની કોઈ લિમિટ નથી હોતી, જેટલું ધારો, જેટલું ઈચ્છો તેટલું સ્ટોર કરી શકો.

Race cannot be won by always being in Top Gear, it is won by changing the Gears at Right Time.

કાયમ ટોપ ગીયરમાં જ રહેવાથી રેસ જીતી શકાતી નથી, ગતિ મેળવવા માટે સમય અને જરૂરીયાત પ્રમાણે ગીયર્સ બદલતા રહેવું પડે છે.
Follow us on Facebook : www.facebook.com/Kadak-Mithi-1045589492246325/

#KadakMithi #Gujrati #FloppTalk

No comments