હોય હિમ્મત તો આવ, મસળી નાખ – હું ઊભો જ છું | Kadak Mithi

હોય હિમ્મત તો આવ, મસળી નાખ – હું ઊભો જ છું


ઝેર શું રેડ્યા કરે છે પત્થરોના કાનમાં ! !
આ ઝનુન – આ જઝબાત હોય તો કોઈ પણ વિપરિત પરિસ્થિતિઓમાં પણ તક જ દેખાવાની.
તક નામની કોઈ સોલીડ વસ્તુ મળતી નથી હોતી, તક તો  એક ક્ષણ છે, એ ક્ષણ સમજાઈ ગઈ, ઝડપાઈ ગઈ તો તક, બાકી તક ચૂકી ગયા કે પછી જે તે ક્ષણમાં છૂપાયેલી તકને સમજવામાં નિષ્ફળ ગયા એમ કહી શકાય. અરે ! તક ને પણ
ચેલેન્જ કરી શકાય કે..
કહી દો દુશ્મનને, હું દરીયાની જેમ પાછો જરૂર આવીશ,
એ તો મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.
એક ઉદાહરણરૂપ પ્રસંગની વાત કરી લઈએ..
બે દુશ્મનો દેશો વચ્ચે યુદ્ધ પૂરજોશમાં ચાલુ હતું, એક દેશના સૈન્યની એક પ્લેટુન ગોળીબાર કરતાં સામેના દેશની સીમામાં ઘણે અંદર સુધી પહોંચી ગઈ હતી, પણ તેમની જાણ બહાર, દુશ્મન દેશના સૈનીકો ધીમે ધીમે ચારે તરફથી
તેમને જાણ બહાર, દુશ્મન દેશના સૈનીકો ધીમે ધીમે ચારે તરફથી તેમને ઘેરી રહ્યા હતા.
એક સમય એવો આવ્યો કે, તેઓ ચારે તરફથી ઘેરાઈ ગયા, અને એક સોલ્જરનું ધ્યાન પડી ગયું, એને ખ્યાલ આવી ગયો કે આપણે તો ચારે તરફથી દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા છીએ. એ સોલ્જરે તરત જ તેના કમાન્ડરને કહ્યું ‘સર, આપણે ચારે તરફ થી ઘેરાઈ ગયા છીએ.”
ત્યારે કમાન્ડરે ખૂબ જ સરસ જવાબ આપ્યો “ગુડ.. હવે આપણે ગમે તે દિશામાં પ્રહાર કરી શકશું.”
જુઓ, ખૂબ જ વિચારવા જેવી વાત છે. દ્રષ્ટિ-દ્રષ્ટિમાં ફરક છે. સોલ્જરની દ્રષ્ટિ ટૂંકી હતી, તેને ફક્ત ભય દેખાતો હતો, જયારે કમાન્ડરે તે ભયજનક સિચ્યુએશનમાં એક તક જોઈ. નવાઈ લાગે ને કે ચારે તરફ દુશ્મનોથી ઘેરાયેલા, ચોતરફ આંધાધૂંધ ગોળીબાર થતા હોય એવી પરિસ્થિતિમાં તક કેવી રીતે દેખાય !
આપણે આ તકનો અભ્યાસ કરીએ...
ચારે તરફથી જયારે દુશ્મનો ઘેરી ચૂક્યા હોય, તો કમાન્ડરે એ વાત વિચારી કે હવે કોઈ ચોક્કસ દિશામાં જ ગોળીબાર કરવો કે પ્રહાર કરવો એવું નથી, કોઈ પણ દિશામાં ગોળીબાર કરતાં, જે તરફ દુશ્મનની તાકાત ઓછી લાગે તે તરફ પ્રહાર કરતાં-કરતાં આપણે આ ઘેરામાંથી બહાર નીકળી જઈએ, અને એ લોકો અત્યારે આપણને કમજોર, નિસહાય માની આપણને ઘેરવાની-મારવાની કોશિષ કરતા બેઠા હોય ત્યારે આપણે તેમની પાછળથી તેમના પર હુમલો કરી તેમને પરાસ્ત કરી શકીએ !
તકનો લાભ લેવો… કે સામે આવી પડેલી પરિસ્થિતિને તકમાં તબદીલ કરવી એ આપણા દૃષ્ટિકોણની વાત છે.

No comments