ઉમ્રભર ગાલિબ યહી ભૂલ કરતા રહા,ધૂલ ચેહરે પે થી ઔર આઈના સાફ કરતા રહા | Kadak Mithi


હમણાં જ કોઈ ચેનલ પર ક્રિકેટની ચર્ચા ચાલતી હતી, તેમાં કોઈ એક વિખ્યાત ક્રિકેટરના શબ્દો સાંભળ્યા કે પાંચ દિવસની ટેસ્ટ-મેચ, ૫૦ ઓવર્સનો વન-ડે, કે ૨૦-૨૦.. ક્રિકેટ ઇઝા ગેઈમ ઓફ વન બોલ ઓન્લી.

નવાઈ લાગે ને કે આવડી મોટી મેચને એક બોલની રમત કેવી રીતે કહી શકાય ! પણ, આખી વાતની ચર્ચા સાંભળીને થયું કે આ મુદો તો આપણી સફળતાથી તક વાળા મુદા સાથે જ સંકળાયેલો છે.

ફોર્મેટ કોઈ પણ હોય, ટેસ્ટ, વન-ડે કે ૨૦-૨૦, પણ જયારે બેસ્ટમેન ૯૯ રન પર હોય, જીતવા માટે પણ એક જ રનની જરૂર હોય ત્યારે એક ગુગલી બોલ સમજવામાં ભૂલ કરી જાય અને આઉટ થઈ જાય – સેન્ચુરીથી અને વિજયથી વંચિત રહી જાય !

કટોકટી વળી મેચમાં, લાસ્ટ બોલ હોય, જીતવા માટે બે રન જ બાકી હોય, બોલરનો બોલ પણ પરફેક્ટ પડ્યો હોય, ટર્ન પણ થયો, ધાર્યા મુજબ બેટની આઉટસાઈડ કટ પણ લાગી ને સ્લીપ ફિલ્ડર પાસે બોલ આસાન રૂપમાં પહોંચ્યો, પણ ફિલ્ડરની સજાગતા ઓછી પડી અને તેની સુસ્તી ભરી પ્રતિક્રિયાથી બોલ કેચ ન થયો, બાય ના બે રન મળી ગયા ને પરિણામ આવ્યું...હાર..!

આવી જીતની તક પારખવામાં કે ઝડપવામાં નાની અમથી ગાફેલીયત અને આવનારું પરિણામ સાવ વિપરીત જ આવે, એટલે જ, ક્રિકેટ ઈઝ ઝ ગેઈમ ઓફ વન બોલ ઓન્લી.

આ ક્રિકેટનું તો એક ઉદાહરણ છે, પણ એકાદી ભૂલ, કે સામે આવેલી તકને ઓળખવામાં થાપ ખાઈ ગયા પછી, પોતાને મળેલી એક નિષ્ફળતા જોઈને વ્યક્તિ પોતાના એન્ગલથી એને મનફાવતું એનલાઈઝ કરી નાખે છે, ત્યારે એમ કહેવાનું મન થાય કે ...

ઉમ્રભર ગાલિબ યહી ભૂલ કરતા રહા,
ધૂલ ચેહરે પે થી ઔર આઈના સાફ કરતા રહા

ભાઈ, રસ્તો ખોટો પકડ્યો હોય, સમય ખોટો હોય, કોશિષ અર્થહીન કે નબળી કરી હોય અને નિષ્ફળતા મળે એમાં કાર્યને દોષ દેવાની શું જરૂર ? ભૂલને એનલાઈઝ કરીએ. એને કેમ સુધારવી, કે નવી શરૂઆત કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ વિચારીએ ! અને એના થી પણ વિશેષ, કે જે કામ કરવાનું હતું કે કરવાનું છે, તેના માટે આપણી ધગસ, ઉંડાણથી ઉદભવતી ઈચ્છા, કે કાર્ય માટેની આપણી ભૂખ છે ? કાર્ય માટેની – સફળતા માટેની ભૂખ હોવી ખૂબ જ અગત્યની છે.

No comments