લાગણીની એપ | sentiment app | Kadak Mithi


લાગણીની એપ
આપણા મોબાઈલના સ્ક્રીન પર
અંગુઠે ચાતરેલી કેડી થઇ ગઈ છે..
વ્હોટ્સએપની બ્લૂ ટીક
હવે રજીસ્ટર્ડ એડી થઇ ગઈ છે..
મનનું ફોર-જી નેટવર્ક અવેલેબલ છે મિત્ર..
ડાઉનલોડ કરી લે હવે મનગમતા વિચારો...
ઓલી લાગણીની એપ પણ રેડી થઇ ગઈ છે.
-----
આપણી લાગણી હવે મોબાઈલની એપ થઇ ગઈ છે.. અધખુલ્લા મને ચેટ કરીને ઇનડાયરેક્ટ લાગણી પ્રદર્શિત કરવાનું માધ્યમ એટલે વ્હોટ્સએપ..! ને પાછું એમાં ડીલીટનું ઓપ્શન પણ મળે, એટલે શું લખ્યું મારા સુધી અને સામેના સુધી સીમિત, ઉપરથી લાગણી પાછી પાસવર્ડ પ્રોટેક્ટેડ !
લાગણીની આખી પરિભાષા બદલાઈ ગઈ છે.. માનસિકતા બદલાઈ ગઈ છે...
લે... ઘણા વખતથી કોઈ ચોક્કસ વ્યક્તિના કેમ મેસેજ નથી !! નક્કી એને આપણી સાથે સબંધ રાખવામાં રસ નહી હોય...
જોયું, વખતે બધાના બર્થ-ડે વિશ કરતા મેસેજ આવ્યા.. પેલાનો આવ્યો.. આપણે શું ? આપણે પણ મેસેજ બંધ કરી દો !
ગર્લફ્રેન્ડ વોચ રાખીને બેઠી હોય વ્હોટ્સએપ પર.. તું ઓન લાઈન થયો ને મને મેસેજ કેમ કર્યો. કોની સાથે ચેટ ચાલે છે... ?જાણે પેલાના વ્હોટ્સએપ પર એક સિવાય બીજા કોઈ કોન્ટેક્ટ્સ જ નહી હોય...
લાગણીની ઊંડાઈ કે એની ગહનતાને બદલે અર્થહીન શબ્દો કે વાક્યોના મેસેજને લાગણીનું નામ આપી દીધું છે.. આજે નવી વ્યાખ્યા એટલે...
લાગણી એટલે... મારે પૂછ્યા કરવું કે કેમ છે ?
ને પૂછાય તો એમ.. કે તને ક્યાં પ્રેમ છે !
લાગણીથી કે લાગણીભરી વાતોથી ગેરમાર્ગે દોરનારા હરકદમ મળે છે.. સામેની વ્યક્તિની લાગણીને બરોબર ઓળખી, તેની દુઃખતી નસ પારખી તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે સાધવાવાળાઓની ખોટ નથી, તો આપણે ક્યારે સમજી નથી શકતા... કવિ ચંદ્રેશ મકવાણાનો શેર ખૂબ ફીટ બેસે છે અહી.. (કાંઇક આવા શબ્દો છે)
મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે.. મોડે મોડેથી જાણ થઇ, માણસ ધંધાદારી છે...

No comments