ઉત્સાહ થી જ જીવન સફળ થશે, ઉત્સાહ જાળવી રાખો

એક સરસ ક્વોટ કરેલ છે...
Successઉત્સાહ થી જ જીવન સફળ થશે, ઉત્સાહ જાળવી રાખો


આપણા સમાજમાં આપણા સંપર્કમાં આવતા તમામ વ્યક્તિઓ – મિત્રો પોતપોતાના ક્ષેત્રમાં એક આગવી ઓળખ ધરાવતા હોય છે, પરંતુ જ્યારે આકાશને આંબતી સફળતા મેળવતા વિશ્વની નામાંકિત પર્સનાલિટીઝને જોઈએ ત્યારે આપણે સહુ વિચારીએ છીએ કે આ તમામની સફળતામાં વિશેષ મહત્વ કોનું હશે ? ચોક્કસ કોઈ કુદરતી બક્ષિશ તો હશે  ! કે પછી નસીબનો સાથ..!

આ પ્રશ્નનો જવાબ મેળવવા અમેરીકાની શિકાગો યુનિવર્સીટીએ ૧૨૦ અત્યંત સફળ અને પ્રતિભાશાળી વ્યક્તિઓને સિલેક્ટ કરી, એનેલાઈઝ કર્યા બાદ અને કેટલાંક સંશોધનના અંતે રસપ્રદ તારણો આપણી સમક્ષ મુક્યાં છે કે વિશ્વ પ્રસિદ્ધ તમામ પર્સનાલિટીઝની આટલી મોટી સફળતામાં કુદરતી બક્ષિશનો ફાળો ૧૦% જ હતો. પરંતુ આ લોકોના અજોડ ઉત્સાહ, કલાકો સુધી પરિશ્રમ કરવાની મનોવૃત્તિ, અડગ નિર્ણયશક્તિ જેવા પરિબળોએ તેમની સફળતામાં ૯૦% ભાગ ભજવ્યો.

કુદરતી બક્ષિશ એટલે એવું નથી કે નામાંકિત સંગીતકારના માઁ-બાપ સંગીતનું જ્ઞાન ધરાવતા હોય તો જ તેમનું સંતાન સંગીતકાર બને, કે રમતવીરના કુટુંબમાં કોઈ રમતવીર હોય તો જ તે વિખ્યાત રમતવીર બને. હા, એવું બને તે જે તે ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે તેમની પોતાની ધગશ, પેશન હોય, એક પાગલપનની સીમા સુધી પહોંચતું ઝનૂન હોય અને ઉપરાંતમાં તેમના પેરેન્ટ્સ તરફથી તમામ ને શ્રેષ્ઠ અને હકારાત્મક પ્રોત્સાહન અને ઉમદા વિચારોનું બળ પ્રાપ્ત થયું હોય.

તમામ સફળ વ્યક્તિઓ પર કુદરતની મહેરબાની એટલે તેમના પેરેન્ટ્સ તરફથી તેમને મળેલ ઉમદા ફાળો, ઉત્સાહજનક- આવશ્યક પ્રોત્સાહન, બાકી તે વ્યક્તિનો ખૂદનો ઉત્સાહ, અથાગ પરિશ્રમ કરવાની પ્રબળ વૃતિ અને પોતાનો જુસ્સો ન હોય તો પેરેન્ટ્સ ભલે ને ધક્કા માર્યા કરે, આ સ્થાને પહોંચવું અસંભવ જ હોય.

No comments