હૈં ઔર ભી દુનિયાઁ મે સુખનવર બહોત અચ્છે કહેતે હૈ કઈ ગાલીબ કા હૈ અંદાઝ–એ-બયાઁ ઓર | Kadak Mithi


હૈં ઔર ભી દુનિયાઁ મે સુખનવર બહોત અચ્છે
કહેતે હૈ કઈ ગાલીબ કા હૈ અંદાઝ–એ-બયાઁ ઓર

૧૮-૧૯મી સદીના ખૂબ જ ખ્યાતનામ શાયર મિર્ઝા ગાલીબનો શેર છે, કહે છે કે દુનિયામાં શેર – શાયરી લખવા કે કહેવાવાળા તો કેટલાયે છે, પરંતુ શેર-શાયરી લખવાનો, રજુ કરવાનો ગાલીબનો અંદાજ સૌથી અનોખો જ છે, એટલે જ લોકો ગાલીબના શેરો ને આજે પણ એટલા જ પસંદ કરે છે.

એટલે, આપણે આપણા કામના ગાલીબ બનવું પડે, કાંઈક જુદું, નિરાળું, આકર્ષક, બાકી કોપીકેટ તો બનવું બહુ જ સહેલું છે. ઈનોવેટીવ આઈડીયા – પ્રોડક્ટ કે કન્સેપ્ટ તો એને કહેવાય કે દુનિયામાં ક્યાંય પણ ન હોય એવો આપણો આઈડીયા – પ્રોડક્ટ કે કન્સેપ્ટ હોય અને એ જયારે લોકો સમક્ષ આવે ત્યારે જ તેમને એ વસ્તુની ઉપયોગીતાનો અહેસાસ થાય.

મોબાઈલ ફોન્સ નહોતા તો દુનિયા ચાલતી જ હતી, અને હવે ? કોમ્પ્યુટર્સ વગર પણ આપણે ચોપડા ચિતરીને પણ કામ ચલાવતા હતા. હવે શક્ય લાગે ? મોબાઈલ ભૂલી જવાની વાત બાજુ એ મુકીએ. અરે ! બેટરી ખલાસ થવાની તૈયારી હોય ને ચાર્જ કરવા માટે પ્લગ ન મળે તો પણ મુંઝારો થઈ જાય છે ! કોમ્પ્યુટર ચાલતું જ હોય પણ પ્રોસેસ સહેજ સ્લો લાગે તો ‘રીફ્રેશ’ કરી-કરીને કોમ્પ્યુટરને પણ આફરો ચઢાવી દેવા સુધી આપણે આ નવી કન્સેપ્ટને એબ્સોલ્યુટલી આત્મસાત કરી લીધો છે, ઈન ફેક્ટ, આપણે આ બધી વસ્તુઓને આપણા જીવનમાં અવિભાજ્ય અંગ તરીકે સ્વીકારી લીધી છે.

Follow us on 


#KadakMithi #Gujrati #FloppTalk #Hindi


No comments