Like me or Hate me, Both are in my favor | Kadak Mithi

યુવાનીનો સમય તો થનગનાટનો સમય હોય, દુનિયા બદલી નાખવાની તમન્ના, સપનાંઓ હોય, દોડવાની પૂરી તાકાત
હોય – હામ હોય – જુસ્સો હોય. આવો સમય તો ૨૪ કેરેટ ગોલ્ડ અને કોહીનુર હીરાથી પણ વધુ કિમતી સમય હોય છે, પણ આપણે જાણીયે જ છીએ કે પ્રોફીટ-લોસના સરવૈયામાં સમયનો ઉલ્લેખ નથી થતો, જે કદાચ સહુ થી મોટો – સહુથી કિમતી લોસ હોય છે.

એટલે જ જાગ્યા ત્યાંથી સવાર – યુવાનોએ તો હવે કમર કસીને મચી પડવાની જ જરૂર છે, સ્વામિ વિવેકાનંદજી એ કહ્યું છે ને કે – ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

ઘણી વાર આપણે સાંભળતા હોઈએ કે યાર, પગ દુઃખે છે, હાથ દુઃખે છે પણ ક્યારે’ય કોઈએ મગજ દુઃખે છે એવી ફરીયાદ કરી છે ? નહીં ને ? મગજ વાપર્યું જ ન હોય તો ક્યાંથી દુઃખે ? મહેનત કર્યા વગર કાંઈ જ મળવાનું નથી, ને પાછું ફિલોસોફીના માવાની પિચકારી મારીને બીજાને ક્રીટીસાઈઝ કરવાના !

અપની ખરાબીયોં પે પર્દા ડાલ કર,
હર શખ્શ કહ રહા હૈ ઝમાના ખરાબ હૈ

આ તો હ્યુમરની વાત થઈ, પણ હકીકત એ છે કે સફળતાની પાછળ બે વાત થાય છે. એક સફળતાનું ક્રીટીસીઝમ (દોષારોપણ), અને બીજું અનુકરણ (ઇમીટેશન).

કામયાબ ઈન્સાન કી સિર્ફ ચમક લોગોં કો દિખાઈ દેતી હૈ,
ઉસને કિતને અંધેરે દેખે, યહ કોઈ નહીં જાનતા હૈ

બાકી સફળતાનું ક્રીટીસીઝમ એટલે – સક્સેસના કોમ્બો-પેકમાં આવતી ફ્રી ગીફ્ટ છે, એટલે સફળ-સક્સેસ જેટલી વધારે, ક્રીટીસીઝમ – કોન્ટ્રોવર્સી એટલી જ વધુ, પાછળથી બોલવા વાળા વધતા જ જવાના, વાતો પણ વધતી જ જવાની.

Like me or Hate me,
Both are in my favor,
If you like me I am in your Heart,
If you hate me I am in your mind

મને પસંદ કરો કે મને ધોક્કારો, બંને વાત મારી તરફેણમાં જ છે,
કારણ મને પસંદ કરશો તો હું તમારા હદયમાં રહીશ, અને ધિક્કારશો
તો હું તમારા વિચારોમાં રહીશ.
આવું નિખાલસ અને સચોટ કથન વિવેકાનંદજી જ કરી શકે.

ઈન શોર્ટ, આ બધી વાતોથી વિચલિત થયા વગર જો સંપૂર્ણ કોન્સન્ટ્રેશન (એકગ્રતા) આપણા ટાર્ગેટ – લક્ષ્ય પર હશે તો લાઈન ચૂકાશે નહીં. લાઈન ચૂકવાનો અર્થ એ પણ થાય કે સફળતા મળતાં મુખ પર ગર્વનું મહોરું ચઢી ન જાય..
Follow us on 


#KadakMithi #Gujrati #FloppTalk #Hindi

No comments