I can accept failure, everyone fails at something. But I can’t accept not trying | Kadak Mithi

નિષ્ફળતા હારનારાઓ માટે જ ઘાતક બનતી હોય છે
જ્યારે જીતનારાઓ માટે તો પ્રેરણા બની જતી હોય છે.

વિશ્વ વિખ્યાત બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડનનું સરસ ક્વોટ છે

I can accept failure, everyone fails at something.
But I can’t accept not trying.

જગતમાં આપણે આપણા ધ્યેયનો નક્શો બનાવીને સફર પર નીકળવાનું છે, જગત આખું એક તકનો દરવાજો જ છે, એટલે પ્લાનીંગ કરો અને એ કામ પહેલાં કરો કે જે સહુ થી વિકટ, અઘરું હોય, અને જે કામ નો ડર લાગતો હોય

કારણ, એકવાર એ મુશ્કેલ કાર્ય પાર પાડી દીધું, તો પછી આવનારા દરેક કામ આસાન લાગવાનાં, બાકી આસાન કામ કે તકની રાહ ન જોવાની હોય.

જો કે, એનો અર્થ એવો પણ નથી કે રસ્તામાં મળતાં આસાન અને સહેલાઈથી પ્રાપ્ત થતાં કામને છોડી દેવાં. એમ ન કહેવાય ભાઈ કે બોસ, અમે તો ડીફીકલ્ટ ને ચેલેન્જીંગ લાગતાં કામો કરવા જ નીકળ્યા છીએ, આસાન કામ કરના હમારી શાન કે ખીલાફ હૈ ! આવા એટીટ્યુડ રાખનાર માટે મેદાન કાયમ માટે સાફ જ રહે, કારણ કે ભાઈ નાનાં કામ કરતા નથી ને મોટાં કામ મળતાં નથી ! બેઠા હોય મોટા કામની રાહમાં, પછી એક તબક્કો એવો આવે કે જે મળે એ.. લઈ લો.. ! કાંઈક તો કરવું ને !

ઈન્તઝાર કરને વાલોં કો સિર્ફ ઉતના હી મિલતા હૈ,
જીતના કોશિશ કરને વાલે છોડ દિયા કરતે હૈં.

એટલેમ મૂળ વાત એ હતી કે રસ્તો જે પકડીએ તેમાં મુશ્કેલીઓ, કપરો સમય બધું આવવાનું જ છે, પણ આ પરિસ્થિતિમાંથી કેમ રસ્તો કાઢીએ છીએ એ મહત્વનું છે, અને સફળતાનો માર્ગ કંડારવાનું કામ પણ આપણી કોઠાસૂઝ જ કરે છે. કોઈ પણ કાર્યનો નિર્ણય કરવા માટે ત્રણ વસ્તુની જરૂર પડતી હોય છે – અનુભવ, જ્ઞાન અને નિર્ણયને અભિવ્યક્ત કરવાની ક્ષમતા.

No comments