સફળતાનો માર્ગ આપણે જાતે જ કંડારવો પડે | Kadak Mithi


સફળતાનો માર્ગ આપણે જાતે જ કંડારવો પડે, કે કદાચ માર્ગ મોજુદ હોય તો એને બરોબર સમજી-વિચારીને સિલેક્ટ કરવો પડે, આપણે જેમ આગળ વાત કરી એમ, પરિસ્થિતિ વિકટ હોઈ શકે, પ્રતિકૂળ પણ હોઈ શકે. માર્ગમાં રોડા હોય, કે રોડા નાખવા વાળા પણ હોય. પણ દ્રઢ નિર્ધાર અને મળનારી સફળતાને પરફેક્ટલી વિઝ્યુલાઈઝ કરી હોય, જે કાર્યને સંપૂર્ણપણે વિચારીને અને ચોક્સાઈથી ઓપ આપીને એક વિચાર તરીકે રજૂ કર્યું હોય, તો એ સફળતા જગત આખાને આશ્ચર્યચકિત કરનારી હોવાની.

કામ કરવું જ છે, સફળ થવું જ છે તો કાંઈક નવીન કરવાની હામ ભિડવી પડે. એ વાત નિશ્ચિત છે કે નવી વસ્તુ લોકોને આકર્ષે છે, એટલે કાર્યનો વિચાર કરતાની સાથે સાથે આપણે આપણો વિચાર કઈ રીતે પ્રસ્તુત કરવો છે, પ્રેઝન્ટ કરવો છે, અને હાલ અવેલેબલ સમકક્ષ વસ્તુથી આપણે કઈ રીતે અલગ પડવું છે, એવું કયું પરિબળ હશે આપણી વસ્તુમાં કે જે લોકોને આકર્ષી શકશે ? ક્વોલીટી થી, ક્વોન્ટીટી થી, પ્રેઝન્ટેશન થી, અવેલેબીલીટી થી, અવેરનેસ થી ? એક એવું પરિબળ હોવું જોઈએ કે જે વર્તમાન  વસ્તુથી આપણી વસ્તુની અલગ ઓળખ ઊભી કરે.
Follow us on 


#KadakMithi #Gujrati #FloppTalk #Hindi

No comments