અવિયલ (દક્ષિણ ભારતીય રેસિપી)

સામગ્રી
૩/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
૧ ટી સ્પૂન જીરૂં
૪ લીલા મરચાં, સમારેલા
૧/૪ કપ પાણી

અન્ય જરૂરી સામગ્રી
૧/૨ કપ સરગવાની શીંગ, અંદાજે ૨૫ મી.મી. (એક ઇંચ) ના ટુકડા
૧/૨ કપ ફણસી, અંદાજે ૨૫ મી.મી. (એક ઇંચ) ના ટુકડા
૧/૨ કપ ગાજર, અંદાજે ૨૫ મી.મી. (એક ઇંચ) ના ટુકડા
૧/૨ કપ સૂરણ , અંદાજે ૨૫ મી.મી. (એક ઇંચ) ના ટુકડા
૧/૨ કપ લાલ કોળાના ટુકડા
૧ કાચું કેળું, અંદાજે ૨૫ મી.મી. (એક ઇંચ) ના ટુકડા
૧/૨ કપ તાજા લીલા વટાણા
૧/૨ કપ રીંગણાના ટુકડા
૧/૪ ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદાનુસાર
૧/૨ કપ તાજું દહીં , જેરી લીધેલું (મરજીયાત)
૨ ટેબલ સ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજું રીફાઇન્ડ તેલ
૧ ટી સ્પૂન જીરૂં
૭ to ૮ મીઠા લીમડાના પાન

રીત : 
એક વાસણમાં સરગવાની શીંગ સાથે ૧/૪ કપ પાણી મેળવી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર શીંગ અડધી બફાઇ જાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેમાં બાકી રહેલા શાક અને મીઠું મેળવી, જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી, મધ્યમ તાપ પર શાક બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો. (લગભગ ૧૨ થી ૧૫ મિનિટ સુધી). તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી અથવા મિશ્રણ અર્ધ-સૂકું થાય ત્યાં સુધી રાંધી તાપ પરથી નીચે ઉતારી લો. તે પછી તેમાં દહીં, તેલ, જીરૂ અને મીઠો લીમડો મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ રાંધી લો. ગરમ ગરમ પીરસો.

આ વાનગી સાઉથ ઇન્ડીયન ચિત્રન્ના રાઈસ, રાંધેલા રાઈસ, સાઉથ ઇન્ડીયન સ્ટીયર ફ્રાય રાઈસ, ટોમેટો રાઈસ અને કર્ડ-રાઈસ સાથે લેવામાં આવે છે.

No comments