બાહુબલી સેન્ડવિચ


સિર્ફ એક હી કાફી હૈ… સેન્ડવિચ પણ બાહુબલી.

વન-બાય-વન લેયર્સ, અલગ-અલગ વેજીટેબલ્સ, ફ્રુટ્સ, ચિઝ અને ચટપટો મસાલો બનાવે છે આ સેન્ડવિચને યમ્મી.

ઇન્ગ્રેડીએન્ટ્સ
ચાર બ્રેડ સ્લાઇસ
બટર
બાફેલા સ્વીટ કોર્ન
કિવી
ગ્રીન સેન્ડવીચ ચટણી
બટાકાનો માવો
ડુંગળી
ટામેટું
ચાટ મસાલો, મરી પાવડર
કાકડી
કોબીજ
બીટ
ચીઝ સ્લાઇઝ
માયોનિઝ
ચીઝ
ઝીણી સેવ
ચીલી ફ્લેક્સ
લીલી કોથમીર
ટોમેટો કેચ-અપ
વેફર

રીત
સૌપ્રથમ બ્રેડની ચારેય બાજુની કડક કિનારી કાપી નાખો, ત્યાર બાદ એક બ્રેડ પર સરખી રીતે બટર લગાવી દો. ત્યારબાદ બટર લગાવેલ બ્રેડ પર બાફેલા સ્વીટ કોર્ન અને કિવીના ટુકડા મૂકો (કિવીની જગ્યાએ પાઇનેપલ પણ મૂકી શકાય). ત્યારબાદ બીજી એક બ્રેડ સ્લાઇસ લો અને તેના ઉપર બટર લગાવી ઉપર ગ્રીન સેન્ડવીચ ચટણી લગાવો અને આ બ્રેડ સ્લાઇસ સ્વીટકોર્નવાળી સ્લાઇસ પર મૂકો. ત્યારબાદ ઉપર સેન્ડવીચ માટેનો બાફેલા બટાકાનો માવો મૂકો. ત્યારબાદ બીજી એક બ્રેડ સ્લાઇઝ તેના ઉપર પણ બટર અને ગ્રીન ચટણી લગાવી બટાકાના માવા પર મૂકો. આ બ્રેડ પર પહેલાં ડુંગળીની સ્લાઇસ, ટામેટાની સ્લાઇઝ, કાકડી, કોબીજ અને બીટ મૂકો. ત્યારબાદ ઉપર ચીઝ સ્લાઇઝ મૂકો અને થોડો ચાટ મસાલો અને કાળામરી પાવડર સ્પ્રિંકલ કરો. ત્યારબાદ એક બ્રેડ સ્લાઇઝ પર બટર લગાવી આ સેન્ડવીચ પર ઉલટી મૂકો. ઉપરની તરફ માયોનિઝ લગાવો. ત્યારબાદ ઉપર થોડું ચીઝ ખમણીને મૂકો. ત્યારબાદ ઉપર ઝીણી સેવ અને ચીલી ફ્લેક્સ મૂકો. ત્યારબાદ કોથમીર અને કેચ-અપથી સજાવો. બની ગઈ આ બાહુબલી સેન્ડવીચ.

(શાકભાજીમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારો-ઘટાડો અને બદલાવ કરી શકો છો)

No comments