બદનક્ષી & નિંદાબદનક્ષી

કાંઇક એવું કહેવું કે લખવું જે કોઇ વ્યક્તિની પ્રતિષ્ઠા માટે નુકસાનકારક હોય કે બની શકે, તેને બદનામી કે બદનક્ષી કહેવાય છે. કોઈની પ્રતિષ્ઠાને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવું તે કાયદાની વિરુદ્ધ છે, તેને કોઇ લખાણ દ્વારા, છબી દ્વારા, કાર્ટૂન દ્વારા, કૅરિકેચર દ્વારા અથવા તેના માટે પ્રતિકાત્મક પૂતળાંઓ દ્વારા કોઇ વ્યક્તિનું અપમાન કરવું કે તેની પ્રતિષ્ઠાને નુકસાન કરવું એ પણ બદનક્ષી કે બદનામી કહેવાય છે.

નિંદા

નિંદા એ બદનક્ષી અને બદનામીનું જ સ્વરૂપ છે જે કોઇના વિશે બોલવાથી અને સાંભળવાથી કરવામાં આવે છે. આને બદનક્ષી કે બદનામીનું મૌખિક સ્વરૂપ કહેવાય છે. ઉદાહરણ તરીકે, રાહુલ સીમાના ચારિત્ર વિશેની ખરાબ બાબતો બોલે જેના પરિણામે સીમાએ નોકરી ગુમાવવી પડે છે. આમાં રાહુલ દ્વારા કરવામાં આવેલું કાર્ય નિંદાના સ્વરૂપમાં બદનક્ષીનો ગુન્હો બને છે.

Reference :
https://nyaaya.in/topic/defamation

No comments