મફત અને ફરજિયાત શિક્ષણ

મફત અને ફરજિયાત શિક્ષણ

બાળકોને મુક્ત અને ફરજિયાત શિક્ષણ મળવું એ ભારતના બંધારણ હેઠળ એક મૂળભૂત અધિકાર છે. કાયદો એ સુનિશ્ચિત કરે છે કે બધા બાળકોને ધોરણ ૧ થી ધોરણ ૮ સુધી મફત શિક્ષણ મળે. ૧૪ વર્ષથી નાના બાળકો, પણ ધોરણ ૮ સુધી શાળામાં જઈ શિક્ષણ મેળવી શક્યાં નથી, તેઓ પણ ૮ ધોરણ સુધી મફત શિક્ષણ પણ મેળવી શકે છે. શાળામાં વિદ્યાર્થીઓને મારવા કે કોઇપણ રીતે પીડા આપવી, હેરાન કરવા વગેરે કાયદાની દૃષ્ટિએ સંપૂર્ણપણે ગેરકાનૂની છે.

ફરજિયાત શિક્ષણ

૬ થી ૧૪ વર્ષની ઉંમરના બધા બાળકો નજીકના સરકારી શાળા અથવા સહાયિત શાળામાં, ધોરણ ૧ થી ૮ સુધી મફત શિક્ષણ મેળવી શકે છે. જે બાળકો ક્યારેય શાળામાં ગયાં નથી અથવા એવાં બાળકો જેમણે સ્કૂલ છોડી દીધી છે, તેઓ પાછા શાળામાં આવી શકે છે. તેવાં બાળકો તેમની ઉંમર અનુસાર યોગ્ય વર્ગમાં પ્રવેશ મેળવી શકે.

જે બાળકો ગરીબ છે અથવા કોઈ રીતે શિક્ષણ પ્રાપ્ત કરવા કોઇપણ રીતે અસમર્થ છે તેઓ ખાનગી શાળામાં ધોરણ ૮ સુધી મફત શિક્ષણ મેળવી શકે છે. ભલે તેઓ પાસે ટ્રાન્સફર પ્રમાણપત્ર અને વય પુરાવા જેવા દસ્તાવેજો ન હોય, પણ બાળકોને શાળામાં પ્રવેશ આપવો કોઇપણ સ્કૂલ માટે ફરજીયાત છે. શાળામાં પ્રવેશ મેળવવા માટે તેમને પરિક્ષા આપવા માટે ફરજ પાડવામાં આવી શકાતી નથી, અને જ્યાં સુધી તેઓ ધોરણ ૮ સુધીનું શિક્ષણ પૂર્ણ ન કરે, તેઓને સ્કૂલ છોડી જવા માટે અથવા ક્લાસને પુનરાવર્તન કરવા માટે પણ ફરજ પાડવામાં આવી શકતી નથી. 

No comments