ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા


રાજદ્રોહના અમારા પાછલા મુદ્દાને વાંચતી વખતે, કોઈ ચોક્કસપણે વિચારે છે કે જો કોઈ સરકાર વિશે કંઈપણ નકારાત્મક કે નકારત્મકતાને ઉત્તેજન આપતું બોલે તો તેને સેડિશન ગણવામાં આવે છે, તો પછી જ્યાં ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્યાં રહી?

એ બાબતની સમજણ આપવા જ અહી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની સામન્ય વ્યાખ્યા આપી છે.

નીચે જણાવેલા કૃત્યો રાજદ્રોહ ગણવા માટે પૂરતા નથી કારણ કે તેઓ ભારતના બંધારણ હેઠળ ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના તમારા અધિકાર તરીકે સુરક્ષિત છે… જેમ કે, 

સરકારી નીતિઓ અને તેમની ક્રિયાઓની કોઈ ટીકા કરવી.
સરકાર વિરુદ્ધ સારી ભાવનાથી કોઈ ટીકા કરવી.
સરકારની કાર્યવાહી સુધારવા માટે કોઈપણ ટીકા કરવામાં આવે.

બીજા શબ્દોમાં કહીએ તો, સરકારના પગલાંઓ અથવા કૃત્યો, અથવા તેની એજન્સીઓ પર મજબૂત શબ્દોમાં ટિપ્પણી કરવાથી સરકાર પ્રત્યે નિષ્ઠા નથી એવું નથી ગણી શકાતું. જ્યાં સુધી કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દો, સરકાર અને જાહેર વિકાસ પ્રત્યે ભાષણ અને અભિવ્યક્તિ દ્વારા હિંસાત્મક કે દુશ્મનાવટ અને અસમાનતા પેદા ન થાય ત્યાં સુધી તે રાજદ્રોહનું કાર્ય નથી ગણવામાં આવતું
ઉદાહરણ તરીકે…

જો કોઈ વ્યક્તિ સરકારી ભ્રષ્ટાચારને વખોડી કાઢવા માટેનું કાર્ટૂન દોરે તો તે રાજદ્રોહ નથી, અથવા જો કોઈ ફિલ્મ નિર્માતા જમ્મુ અને કાશ્મીરની હિંસા પર દસ્તાવેજી ફિલ્મ બનાવશે અને તેમાં સરકારના પગલાંની ટીકા કરશે, તો તે રાજદ્રોહ માટે જવાબદાર નહી ગણાય.

પરંતુ, જો કોઈ એવું લખાણ કે સુત્ર જાહેર કરે છે કે "હું સરકારને નફરત કરું છું, સરકાર ભ્રષ્ટ છે", તે રાજદ્રોહની કૃત્ય ગણવામાં ન આવે પરંતુ, લોકો આવા કૃત્ય જો લોકો હિંસક બને અને જાહેર સંપત્તિઓ, સરકારી સામાન વગેરેને નુક્સાન પહોંચાડવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તો પછી કૃત્યને ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન ગણાતા રાજદ્રોહનું કૃત્ય ગણાઈ જશે.


No comments