ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ - 2018, પ્રથમ ટેસ્ટ - રાજકોટ

અંતે, ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ઘાયલ, ઇજાગ્રસ્ત ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ પછીનો સારવાર માટે બીજો બહેતરીન ઉપાય મળ્યો.

એશિયા ક્પ જાણે ફેમિલી ફિઝીશ્યનની ટ્રિટમેન્ટ હતી તો ઈન્ડિયા-વેસ્ટ ઈન્ડીઝ ટૂર કન્સલ્ટીંગ એમ.ડી.ની ટ્રિટમેન્ટ જેવી સાબિત થશે. બે ટેસ્ટ્સ, પાંચ વન-ડે અને ત્રણ ટી20 એટલે જાણે બે પેઇન કિલર ટેસ્ટ્સ, પાંચ એન્ટિ-બાયોટિક વન-ડે મેચીસ અને ત્રણ ટી 20 ની ઉપરી સારવાર જેવી દવાઓના પ્રિસ્ક્રીપ્શન જેવું લાગે છે.
આઈસીસી રેન્કની પ્રથમ હોલ્ડિંગ ભારતીય ટીમ વિશ્વના આઠ ટીમો પર હુમલો કરીને પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ICC Ranking પોઈન્ટ ટેબલ પર 115 પોઇન્ટ્સ સાથે ભારત અત્યારે ટૉપ પોઝીશન પર છે, પરંતુ જો ભારત 0-2થી વેસ્ટ ઈન્ડીઝ સામે હારી જશે તો નીચેની – નંબર બે પોઝિશન પર પહોંચી જશે કારણ કે ઓસ્ટ્રેલિયા પાસે પાકિસ્તાનને 2-0થી હરાવવાની સારી તક છે. અને જો આમ થાય, તો આઇસીસી રેન્કિંગ નંબર બે ઓસ્ટ્રેલિયા મહત્વના પોઇન્ટ્સ મેળવી ICC Ranking માં પહેલું સ્થાન મેળવશે. ICC Ranking માં પોતાની પોઝીશન મજબૂત કરવા માટે ભારત માટે વેસ્ટ ઈન્ડીઝને 2-0 થી જીતવું જરૂરી છે.

ચાલો ઇચ્છીએ, ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ ભારત માટે સફળ નિવડે અને આ ઉપાય ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની શ્રેણી માટે ઉર્જા અને બુસ્ટીંગ સારવાર જેવી મદદ કરે.

No comments