કૌન બનેગા કરોડપતિ ...!


દેવીયોં ઔર સજ્જનો ... આઇએ ખેલતે હૈં… કૌન બનેગા કરોડપતિ ... આ શો ને અસાધારણ બનાવે છે સુપ્રસિદ્ધ હસ્તિઅમિતાભ બચ્ચનનું વ્યક્તિત્વ, અવાજ અને પ્રસ્તુતિ.

કેબીસી સિઝન વન (2000-01), હર્ષવર્ધન નવાથે, કેબીસી સિઝન (2005) – ચાર વર્ષના લાંબા અંતરાલ પછી) બ્રિજેશ દ્વિવેદી, તે પછી તરત જ, સિઝન ત્રણ (2007), અમિતાભની બિમારીને કારણે શાહરૂખ ખાનનું હોસ્ટિંગ, પરંતુ એ એક જબરો ફ્લૉપ શો સાબિત થયો, કારણ કે એ એસઆરકેનો વધુ એક નિષ્ફળ પ્રયાસ હતો અમિતાભના જૂતામાં પોતાનો પગ ઘુસેડવાનો… અને એ નિષ્ફળતા પણ કેવી !! એ સિઝનમાં કોઈ પણ વિજેતા ન નોંધાઇ શક્યા !

'કમબેક' શબ્દ જાણે બચ્ચનનો સમાનાર્થી બની ગયો હોય એમ, સિઝન ચાર (2010) એ એક કરોડી વિજેતા સ્પર્ધક રાહત તસ્લિમ આપ્યો... ફરી સિઝન પાંચ (2011) એક અવિસ્મરણીય ઘટના બની કારણ કે એક સામાન્ય કમ્પ્યુટર ઑપરેટર સુશીલ કુમાર પાંચ કરોડ જીત્યા હતા તેમજ બીજા એક સ્પર્ધક અનિલકુમાર સિન્હાએ એક કરોડની જીત મેળવી હતી.

સિઝનમાં છ માં બીજા બે કરોડપતિ મનોજકુમાર રૈના અને સુનમિત કૌર સાવની.

કેબીસી સિઝન સાત (2013) - "સિખના બંધ તો જીતના બંધ” ટૅગ લાઇન - ફરીથી બે કરોડપતિ પ્રતિસ્પર્ધીઓ – તાજ મોહમ્મદ રંગરેઝ અને ફિરોઝ ફાતિમાએ એક-એક કરોડ જીત્યા હતા.
બે ભાઈઓ અચિન અને સાર્થક નરુલાએ સિઝન આઠ (2014) માં રૂ. 7 કરોડના અવિશ્વસનીય પુરસ્કાર હાંસિલ કરી ઇતિહાસ બનાવ્યો.

કેબીસી તેની નવી ટેગલાઇન "જવાબ દેને કા સમય આ ગયા હૈ " સાથે સીઝનમાં નવ આવી સોની ટીવીમાં તેના નવા સેટ અને થીમ સાથે સૌથી વધુ ટર્પી છે.

અમિતાભ બચ્ચનની કેબીસીની નવમી સીઝન (2017) એ અનમિકા મજુમદારની રૂપમાં એ સિઝનની પ્રથમ કરોડપતિ મળી.

અને હાલમાં કેબીસી સિઝન દસ પર છે, પ્રથમ કરોડપતિ બિનીતા જૈન અમિતાભ બચ્ચનને વિશ્વની સૌથી મોંઘા ચાની ભેટ આપે છે ... અને કેબીસીનો સિલસિલો ચાલુ છે, ઇનફેક્ટ નિરંતર ચાલુ જ રહેશે..
પરંતુ આખી વાતનો મુખ્ય મુદ્દો એ છે કે, મહાન અમિતાભ બચ્ચન સિવાય કેબીસી હોઈ શકે નહીં.

No comments