કાયદાની એસી-તેસી….

નામદાર કૉર્ટ… મી લોર્ડ… યોર ઑનર… આઈ ઓબજેક્ટ… ઓબજેક્શન સસ્ટેઇન્ડ કે ઓબજેક્શન ઓવરરૂલ્ડ… ગવાહોં કે બયાનાત કો મદ્દેનઝર રખ કર…કાયદો, આઇ.પી.સી., કૉર્ટ, ન્યાયાધિશ, વકીલ – આ વિશેની સામાન્ય લોકોની સમજણ ફિલ્મોના સિનથી વધુ હોતી નથી. ટૂંકમાં કહીએ તો આમ લોકો કૉર્ટ-કચેરી, કાયદાથી તેમજ પોલીસથી દૂર રહેવાનું જ પસંદ કરે છે, કારણ આ વિષય પર ન તો લોકોની પૂરી સમજ છે, કે વિષયનું પૂરતું જ્ઞાન છે, કે પછી તેમને પૂરતું જ્ઞાન આપવામાં આવ્યું નથી હોતું.
જરૂરી નથી કે કાયદાઓ – આઇ.પી.સી. (ઈન્ડીયન પિનલ કૉડ) વિશે લોકોને અક્ષરસ: અને ઉંડુ જ્ઞાન હોવું જોઇએ, પણ એટલું તો જરૂરી છે કે આમ લોકોને પોતાના અધિકાર વિશે સામાન્ય માહિતી હોવી જ જોઇએ.
પણ, લોકોની એ જ અજ્ઞાનતા, કાયદા પ્રત્યેનો ભય કે અણસમજનો લાભ (કે ગેરલાભ) લઈને ક્યારેક કોઇ તબક્કે અમુક અધિકારીઓ, સરકારી બાબુઓ, પોલીસ કર્મચારીઓ અને ક્યારેક તો ખુદ કાયદાના રખેવાળો પોતાની તરફેણમાં લાભ લઈ લેતા હોય છે.
કડક-મીઠી બ્લૉગના માધ્યમથી અમે એક બહુ જ સામાન્ય કહી શકાય એવી પણ ઉપયોગી થઇ પડે તેવી પ્રાથમિક કાયદાકિય માહિતી રજૂ કરીએ તેવી કોશિશ કરી રહ્યા છીએ.
કડક-મીઠીમાં જેમ સમાચાર, રેસિપીઝ, વાયરલ થયેલા વિડીઓઝ પોસ્ટ થતા રહેશે તેમજ ’પોઇન્ટ ટુ બી નૉટેડ’ ટાઇટલ હેઠળ કાયદો-લોકોના અધિકાર જેવા વિષય પર ઉપયોગી માહિતી પણ સમયાંતરે પોસ્ટ કરતા રહેશું.
અમારો આ પ્રયાસ ક્યારેક ને ક્યારેક કોઇને કોઇ સમયે કોઇને એક વાર પણ ઉપયોગી થઈ પડે તો એ અમારા પ્રયાસની બહુ મોટી સિદ્ધિ કહેવાશે.

Follow us on 
#KadakMithi #Gujrati #FloppTalk #Hindi

No comments