લો આવી ગઈ નવરાત્રી… જય માતાજી.

લો આવી ગઈ નવરાત્રી… જય માતાજી.

નવરાત્રી એટલે માતાજીની ભક્તિનો પવિત્ર તહેવાર – પરંપરાગત રાસ, અને માતાજીની આરાધનાના પ્રતિક સમાન નવ દિવસની પરંપરા – નવરાત્રી માટે પુરાણો એવું કહે છે. પણ પુરાણોમાં ક્યાંય એવો ઉલ્લેખ નહી હોય કે મોટાં ભપકાદાર સ્ટેજ બાંધવાં, ટેમ્પરરી અંધાપો આવી જાય એવી ફ્લડ લાઇટ્સ ગોઠવવી, કાનના પડદાના લીરા કરી નાખે એવા અવાજ ધરાવતાં માઇક્સ-મ્યુઝીક સિસ્ટમ મુકવી. એ પણ ખાસ જોવું કે બાજુની ગરબીવાળાની સાઉન્ડ સિસ્ટમ આપણા કરતાં પાવરફૂલ નથી ને ! બસ, ડીજેને બોલાવો, અસહ્ય ઘોંઘાટ પેદા કરો, નોઇસ પોલ્યુશનની તો હમણા કહું એ…

પણ, હવે આ બધાથી ઉપર – છેલ્લા થોડાં વર્ષોથી યુવા પેઢીને નવરાત્રી નશાની જેમ મગજ પર ચઢવા લાગી છે. જેમ નશો સાન-ભાન ભુલાવી દેતો હોય છે એમ નવરાત્રીનો નશો પણ યુવા પેઢીને અવળા માર્ગે લઈ જવા લાગ્યો છે. નર્યો શો-બીઝનેસ, ફેશન પરેડ, સર્કસના જોકર્સ જેવાં કપડાં, લગભગ સ્ત્રૈણ લાગે એવા ડ્રેસીસ પહેરેલા યુવાન છોકરાઓ. ખરેખર, પાછળથી જોતાં તો ખબર જ નથી પડતી કે આગળના વાહન પર જાય છે એ છોકરો હશે કે છોકરી ? આમાં ૩૭૭ ને કાંઇ લાગતું વળગતું નથી હો ! જે કાંઇ લાગે છે એ અત્યારે ચાલી રહેલી નવરાત્રીની નવતર પરંપરાને આભારી છે.

મહદ્અંશે જાણે અંગપ્રદર્શનની હોડ લાગી છે. ફેશનેબલ કે લેટેસ્ટ અને ટ્રેન્ડી ડ્રેસ પહેરવા અને સંપૂર્ણપણે સભાનાવસ્થામાં અંગોપાંગોનું ઉઘાડેછોગ પ્રદર્શન કરવું એ બન્ને વસ્તુ વચ્ચે કોઇ જ તફાવત નથી રહ્યો. જે કપડાં પહેરવામાં પહેરનારને અનુકૂળતા લાગે કે ન લાગે… પણ જોનારાને ચોક્કસ અનુકૂળ લાગે છે એમાં કોઇ જ બેમત નથી, ખરું કે નહી ?

ઉપરાંત, નવરાત્રી હવે ખરા અર્થમાં ’લવરાત્રી’ બની ગઈ છે. એ પણ લવ એટલે ’પ્રેમ’ વાળો લવ નહી, આ લવરાત્રી એટલે વનથી માંડીને ટુ, થ્રી, ફોર, ફાઇવ કે નાઇન-નાઈટ-સ્ટેન્ડ બની ગઈ છે. કરો સેટીંગ… ભલે સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ હકીકત એ છે કે નવરાત્રી પછી તરત જ દિવાળી અને દિવાળી પછી ફાર્માસ્યુટીકલ કંપનીઓ માટે એબોર્શન પિલ્સ અને કોન્ડોમ્સના સેલ્સના ટાર્ગેટ્સ ઓવરશૂટ કરવાની દિવાળી આવી જાય છે. 

આમાં કઈ ભક્તિ ? કેવી ભક્તિ ? કોણ માતાજી ? અમુક પ્રાચિન અને પરંપરાગત ગરબીઓને બાદ કરતાં પવિત્રતાનું કમર્શીયલાઇઝેશન કરી નાખનારાઓ માટે ટોટલ બીઝનેસ… બસ, પ્રોગ્રામની શરૂઆતમાં માતાજીના ફોટા સામે આરતી કરી લો અને પછી શરૂ કરો ફેરફૂદરડી… એ..એ..એ.. હાલો !

જય માતાજી…


Tags : navratri 2018,navratri,navratri songs,shardiya navratri 2018,navratri vrat,navratri song,navratri puja vidhi at home,navratri garba,navratri special,navratri fast,navratri aarti,navratri status,chaitra navratri,navratri date 2018,navratri 2018 date,top navratri songs,navratri puja vidhi,navratri makeup look,navratri puja vidhi 2018,navratri puja kaise kare,navratri recipes for 9 days,navaratri,navratra,navratri devi

No comments