પાકિસ્તાન વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા ટેસ્ટ – જોઇએ શું થાય છે !


પાકિસ્તાન v/s ઓસ્ટ્રેલિયા સિરીઝની આ ટેસ્ટ જો પાકિસ્તાન જીતી લેશે તો પાકિસ્તાનમાં નક્કી નેશનલ હોલીડે જાહેર થશે. આ કોઇ મજાક નથી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના હાલના સ્તરને જોતા આ નરી વાસ્તવિકતા જ છે.આજ દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટ વાદળોથી ભરેલ આકાશ જેવું થઈ ગયું છે, જેમાં ક્યારેક અમુક ખેલાડીઓ હોય છે જે – ક્યારેક જ - થોડી ક્ષણ નાનકડા તારાઓની જેમ ઝબકારો કરે અને પછી ગાયબ થઈ જાય છે. આ ફક્ત પાકિસ્તાન v/s ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ જોવા મળ્યું એવું નથી. છેલ્લા અમુક સમયગાળાથી આવી પરિસ્થિતિ ચાલી આવે છે.

પાકિસ્તાન v/s ઓસ્ટ્રેલિયા સીરીઝનું પરિણામ અલગ આવી શકે છે, પણ એશિયા કપ દરમિયાન પાકિસ્તાનના પ્રદર્શનને જુઓ, છેલ્લી ઘણી શ્રેણીમાં થયેલી પાકીસ્તાનની હારને ધ્યાનમાં રાખીને પણ જુઓ. ધારો કે પાકિસ્તાન એક ટેસ્ટ જીતશે અથવા પાકિસ્તાન v/s ઓસ્ટ્રેલિયા શ્રેણી જીતી પણ શકે, વાસ્તવિકતા બદલાશે નહીં.

પાકિસ્તાની વિરુદ્ધની ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી અને આ પાકિસ્તાન v/s ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં (ક્યારેક ગ્રેટ કહેવાતી) ઑસ્ટ્રેલિયન ટીમની હાલત અને પ્રદર્શનથી પણ એટલું લાગે છે કે એક દિવસ ઑસ્ટ્રેલિયાની પણ આવી પરિસ્થિતિ આવવાની શક્યતા નકારી ન શકાય ને ?

શક્ય છે કે એક દિવસ આપણી આગામી પેઢી પૂછશે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ !! એ વળી કોણ ? કદાચ સમય આવી શકે કે કોઈકવાર અફઘાનિસ્તાન પણ પાકીસ્તાન સામે ઘુરકીયું કરી જાય કે નહી ?

શું તમે માનો છો કે આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લેવા માટે એવો સમય આવશે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાન, હોંગકોંગ, યુએસએ જેવી મજબૂત ટીમો સાથે રમીને પહેલાં ક્વોલિફાય કરવાની જરૂર પડશે.No comments