સરકાર મંજૂરી આપે તો તે 35-40 રૂપિયાના દરે પેટ્રોલ વેચી શકું - બાબા રામદેવ


સરકાર મંજૂરી આપે તો તે 35-40 રૂપિયાના દરે પેટ્રોલ વેચી શકું - બાબા રામદેવ

ઇંધણના ભાવમાં સતત થઈ રહેલ વધારા બાબત બાબા રામદેવે કહ્યું હતું કે જો સરકાર મંજૂરી આપે તો હું ૩૫-૪૦ રૂપિયાના દરે પેટ્રોલ વેચી શકું તેમ છું. મુંબઇમાં પેટ્રોલના ભાવ લગભગ રૂ. ૯૧.૦૦ પ્રતિ લિટરની કિંમતે પહોંચી ગયું છે. અને હાલની પરિસ્થિતિમાં  ઇંધણના ભાવો સૌથી વધુ છે અને વધતા જ જાય છે.
ભૂતકાળમાં રાજકીય રીતે સક્રિય બાબા રામદેવએ એમ પણ કહ્યું છે કે તેઓ આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે નહીં.

રામદેવ શું કહે છે ?

ધી ઇકોનોમિક ટાઇમ્સના એક મુદ્દા અનુસાર, રામદેવએ જણાવ્યું હતું કે, "જો સરકાર મને છૂટ આપે અને કરમાં થોડી રાહત આપે તો હું પેટ્રોલ, ડીઝલ રૂ. ૩૫-૪૦ ની કિમતે આપી શકું તેમ છું. ન તો ક્રુડને (પેટ્રોલ-ડીઝલ) જીએસટી હેઠળ લાવવાની જરૂર છે, ન તો ૨૮ ટકા દર હેઠળ. " બાબા રામદેવે સોમવાર, 18 સપ્ટેમ્બરના રોજ એનડીટીવીની યુવા કોન્ક્લેવ ઇવેન્ટમાં કહ્યું હતું.

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ મોદી સરકારને ભારે પડશે

પતંજલિના સ્થાપક બાબા રામદેવે એમ પણ કહ્યું કે આ સરકારની કેટલીક નીતિઓ વહેલામાં સુધારવાની જરૂર છે. તેમણે કીધુ:

"ભાવમાં વધારો એ એક મોટો મુદ્દો છે અને મોદીને ટૂંક સમયમાં સુધારાત્મક પગલાં લેવા પડશે, નહીં તો મોદી સરકાર માટે તે ખૂબ ખર્ચાળ સાબિત થશે."

રાજકીય રીતે શામેલ નથી

પોતાને રાજકારણથી દૂર રાખી રહેલ, યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, "હું ભાજપ માટે પ્રચાર ઝુંબેશ ચલાવીશ નહીં. હું રાજકારણમાં રસ ધરાવતો નથી, હું તમામ પક્ષો સાથે પણ છું અને હું સ્વતંત્ર પણ છું."

બાબા રામદેવે એમ પણ કહ્યું કે હું કોઈ પણ વિચારધારાની તરફ વળતો નથી, હું સંપૂર્ણપણે તટસ્થ છું.
(ધ ઇકોનોમિક ટાઇમ્સના ઇનપુટ્સ સાથે)


No comments