આલૂ લચ્છા નમકીન – ફરાળીસામગ્રી
250 ગ્રામ બટેટાં
અડધો કપ સીંગદાણા
અડધી ચમચી કાળામરી
અડધી ચમચી ફરાળી મીઠું
તળવા માટે તેલ

રીત
સૌપ્રથમ બટેટાં છોલી લો. ત્યારબાદ બટેટાંને સીધાં જ પાણીમાં છીણી લો. મોટી ખમણીથી જ છીણવું. 

ત્યારબાદ બટેટાંની છીણને પાંચ-છ વાર બરાબર ધોઇ લેવી, ત્યારબાદ પાણી નીતારી એક કોટનના કપડા પર પાથરી લૂછી લો. આ દરમિયાન ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દો.

બટેટાંની છીણને લૂછીને એક બાઉલમાં લઈ લો. તેલ ગરમ થઈ જાય એટલે બટેટાંની છીણને તળો. મિડિયમ ફ્લેમ પર જ તળવું. વચ્ચે-વચ્ચે જારાથી હલાવતા રહેવું અને પલટાવતા રહેવું. બટેટાંની છીણ ગોલ્ડન થાય ત્યાંસુધી તળવી. વચ્ચે-વચ્ચે ફ્લેમ હાઇ કરતા રહેવું. બટેટાંની છીણ ક્રિસ્પી થઈ જાય એટલે એક પ્લેટ પર પેપર નેપ્કિન પાથરી ઉપર લઈ લો. બધી જ છીણ તળાઇ જાય એટલે આ જ તેલમાં સીંગદાણા તળી લેવા. સીંગદાણા જારામાં રાખીને જ તળવા, જેથી કાઢવા સરળ રહે. સીંગ પણ તળાઇ જાય એટલે સીંગને એક પેપર નેપ્કિનમાં લઈ લો.

ત્યારબાદ એક મોટા બાઉલમાં બટેટાંની કાતરી અને સીંગદાણા લો. ત્યારબાદ ઉપર કાળામરી પાવડર અને ફરાળી મીઠું ભભરાવી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બટેટાંનો લચ્છા નમકીન.

બટેટાંને ધોતી વખતે પૂરેપૂરો સ્ટાર્ચ પૂરેપૂરો નીકળી જાય તેનું ધ્યાન રાખવું, નહીંતર બટેટાંની કાતરી લાલ થઈ જશે.

No comments