ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હાથે થયેલ ન્યુઝપેપરનો ઘા મિસાઈલની સીધો રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર પડ્યો


સવારમાં ઘેર-ઘેરન્યુઝપેપર નાખવાવાળા એક છોકરાએ ન્યુઝ હેડલાઈન વાંચી “ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ...” ત્યારેન્યુઝપેપર નાખતા એ છોકરાને પણ એક વાર એવી લાગણી થઇ હશે કે હું પણ ક્યારેક આવો બનીશકુંખરો? પણ, ન્યુઝપેપર વેચતાં વેચતાં સપનું જોવું અને ન્યૂઝપેપરની હેડલાઈન બનવુંએ રામેશ્વરમની શેરીમાં ઉભીને મકાનના ઝરૂખામાં ન્યુઝપેપરનો ઘા કરવાજેટલું સરળ ન હોય. પણ,અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામના હાથે થયેલ ન્યુઝપેપરનો ઘા મિસાઈલની જેમ આકાશને ચીરતો સીધો રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર જઈને પડ્યો. એ કોઈ અકસ્માત ન હતો.

રામેશ્વરમના તમિલ મુસ્લિમ પરિવારમાં જન્મેલએ.પી.જે. અબ્દુલ કલામના પિતા જૈનુલાબ્દીન નાવ ચલાવીને દર્શનાર્થીઓને રામેશ્વરમ લાવવા-લઇ જવાનું કામ કરતા. તેમજ સ્થાનિક મસ્જીદના ઈમામ પણ હતા. જો કે નાવનો ધંધો તેમને કુટુંબના ભરણપોષણ માટે ચલાવવો જરૂરી હતો.

અબ્દુલ કલામના પૂર્વજો અઢળક સંપત્તિ ધરાવતા હતા. જમીનદારી, વ્યાપાર–ગ્રોસરી ટ્રેડીંગ સાથે સંકળાયેલો પરિવાર મોટાફેરી બીઝનેસ સાથે પણ સંકળાયેલો હતો. પણ સમય જતાં પૂલનું બાંધકામ થતાં ફેરી બીઝનેસ ખોટ ખાવા લાગ્યો અને સાથે તેમના વ્યાપાર-ગ્રોસરી ટ્રેડીંગના બીઝનેસના પણ શ્વાસ ખૂટવા આવ્યા હતા. પરિણામે જમીનદારી પણ નબળી પડતી ગઈ.અબ્દુલ કલામના પિતાને વારસામાં ફક્ત નાવ આવી. જે તેમના પરિવારના ભરણપોષણનું એકમાત્ર સાધન હતી.

સ્વાભાવિકપણે પરિવારની આર્થિક સ્થિતિ પણ દરિયામાં વહી જતી ઠેકાણે ઠેકાણે કાણાવાળી નાવની જેમ જ હાલકડોલક રહેતી હતી. પરિવારનો એક એક સભ્ય નાવના દરેક કાણામાંથી વધુ ગરીબીના પાણી અંદર ઘુસી ન આવે તે માટે યથાશક્તિ મહેનતમાં લાગેલ હતો.અબ્દુલ કલામ પણ એમના જ એક વ્યક્તિ હતા, જેઓએ પણસ્કૂલ સિવાયના સમયમાં ઘેર-ઘેર ન્યુઝપેપર નાખવાનું કામ કર્યું.

ગરીબીના આલમમાં પણ અબ્દુલ કલામનું ભણતર ચાલુ હતું. જો કે એક વિદ્યાર્થી તરીકે તેઓ સરેરાશ વિદ્યાર્થી રહ્યા. પણ અડગ આત્મવિશ્વાસથી ભરપૂર, નવું શીખવા માટે સદાય તત્પર અને અતિશયમહેનતુ – ખાસ કરીને મેથેમેટિક્સમાં વિદ્યાર્થી તરીકે શિક્ષકોમાં અતિપ્રિય હતા. પોતે સરેરાશ વિદ્યાર્થી છે તે નબળાઈ વિષે સંપૂર્ણપણે સભાન અબ્દુલ કલામે અતિશય મહેનતનો સહારો લીધો. હાયર સેકન્ડરી, પછીફીઝીક્સમાં ગ્રેજયુએશન પછી એરોસ્પેસ એન્જીનીયરીંગ કર્યું.

પણ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ પીછો નહોતી છોડતી. એન્જીનીયરીંગનાઅભ્યાસ દરમ્યાન કોલેજના ડીન અબ્દુલ કલામના પ્રોજેક્ટથીસંતુષ્ટ ન હતા અનેઅબ્દુલ કલામને સતત એવી બીક દેખાડ્યા કરતા કે તારો પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં સબમિટ નહી થાય તો સ્કોલરશીપ ગુમાવવી પડશે. અબ્દુલ કલામનો આત્મવિશ્વાસ અનેઅતિશય મહેનતનો ગુણ નિષ્ફળતાના એન્ટીડોટ જેવા હતા.

એરોસ્પેસ એન્જીનીયરીંગ કરતાં કરતાં અબ્દુલ કલામની મહેચ્છા ફાઈટર પાયલટ બનવાની ઈચ્છા હતી. ક્વોલીફાઈંગ ટેસ્ટમાં નવમાં સ્થાને આવ્યા અને ભરતી ફક્ત આઠ વ્યક્તિઓની જ કરવાની હોવાથી તક હાથમાંથી સરી ગઈ. અને એ સરી ગયેલી તકે વિશ્વને એક મહાન સાયન્ટીસ્ટની ભેંટ આપી.

અબ્દુલ કલામના સ્પેસ રિસર્ચની સિદ્ધિઓ એમને એમ જ તેમના નામે ચડેલી નથી. NASA રિસર્ચ સેન્ટરમાં એક વર્ષ, ગોડ્ડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર, વેલોપ્સ ફ્લાઈટ ફેસેલીટી જેવી સંસ્થાઓમાં સેટેલાઈટ લોન્ચ વેહિકલના પ્રોજેક્ટ્સમાં તેમનું પ્રદાન અને એ પ્રોજેક્ટ્સની સફળતાએ તેમનીસફળતામાં ખૂબજ મહત્વનો ભાગ ભજવ્યો.

અતિશય વિલક્ષણ શોધખોળ, આકરી મહેનત અને સમર્પિતતાભરી કુશાગ્ર કુનેહથી સંપૂર્ણપણે ભારતમાં જ નિર્મિત અગ્નિ મિસાઈલની પહેલી નિષ્ફળતા પછી અદ્વિતીય સફળ ભેંટ આપી એ ઘટના ઈતિહાસના પાને ક્યારેય ન વિસરાય તેવી ઘટના છે.

પૂર્વજોની શ્રીમંતાઈના સાક્ષી હોવા છતાં, અત્યંત ગરીબીમાં પણ ન્યુઝપેપર વેંચીને પોતાનું આત્મસન્માન જાળવીને નાનકડા ગામમાંથી વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક બનેલ ઉમદા વ્યક્તિત્વ. અને વિશ્વની મહાન લોકશાહીના સર્વોચ્ચપદે સર્વાનુમતેનિમાયેલા અબ્દુલ કલામ એટલે જાણે કમબેક શબ્દનો પર્યાય.

No comments