દહેજ પ્રતિબંધ ધારો, ૧૯૬૧


દહેજ પ્રતિબંધ ધારો, ૧૯૬૧


દહેજ
દહેજ એટલે કે કોઇપણ રકમ કે મૂલ્યની વસ્તુ, જેમાં રોકડ અને સંપત્તિ શામેલ છે, જે કન્યાના પરિવાર દ્વારા લગ્નના રિવાજ તરીકે વરરાજાના પરિવારને આપવામાં આવે છે. દહેજ આપવા અથવા લેવાની સાથે સાથે દહેજની માંગ અને જાહેરાતની પ્રથા પર પ્રતિબંધ છે.

મહર
મુસ્લિમ અંગત કાયદા અનુસાર, જ્યારે પત્ની લગ્ન કરે છે ત્યારે પત્ની તેના પતિ પાસેથી સંપત્તિ અથવા સંપત્તિનો હક્ક મેળવે છે. તેને દાવર અથવા મહર તરીકે ઓળખવામાં આવે છે અને દહેજ તરીકે માનવામાં આવતું નથી.

સ્ત્રીધન
લગ્ન સમયે કન્યાને આપવામાં આવેલી મિલકત એ સ્ત્રીધન કહેવાય છે, પણ તે દહેજથી જુદું છે કારણ કે તે લગ્ન પહેલાં અથવા પછી કન્યાને આપેલ સ્વૈચ્છિક ભેટ છે. સ્ત્રીધન પર કન્યાનો વિશિષ્ટ અને સંપૂર્ણ અધિકાર અને તે સ્ત્રીધન પર પોતાનું જ નિયંત્રણ ધરાવે છે. સ્ત્રી પોતે ઇચ્છે તે મુજબ પોતાની મરજીથી સ્ત્રીધનનો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવે છે. કન્યા પોતે આજીવન, પોતાના જીવનકાળ દરમિયાન અથવા પછી પણ સ્ત્રીધનને પોતાની મરજી અનુસાર કોઇને પણ આપવાનો પણ નિર્ણય કરી શકે છે. સ્ત્રીધનમાં અને સ્થાવર અને જંગમ મિલકત - બંને શામેલ છે. દા.ત .: પોતાના લગ્ન પર તેના માતા-પિતા અને પરિવાર પાસેથી સોનાના દાગીના મેળવે છે. તો આ તેનું સ્ત્રીધન છે, પરંતુ જો લગ્નની શરત તરીકે વરરાજાના પરિવાર દ્વારા કોઇપણ કિમતી જણસ દબાણ હેઠળ આપવાની ફરજ પાડવામાં આવે તો તે દહેજ તરીકે માનવામાં આવશે.

દહેજ પ્રતિબંધ અધિકારી
દહેજ પ્રતિબંધ ધારા હેતુ દરેક રાજ્યમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત અધિકારીઓ છે. તેમની પાસે કેટલાક નિયુક્ત કાર્યો છે અને રાજ્ય સરકારોના નિર્ણય મુજબ તેમને અસાઇન કરેલા વધારાના કાર્યો પણ હોઈ શકે છે.

No comments