મુંબઈ સ્પેશિયલ અફ્લાતુન


મુંબઈ સ્પેશિયલ અફ્લાતુન

સામગ્રી
એક કપ દૂધ
અડધો કપ મિલ્ક પાવડર
અડધો કપ ખાંડ
અડધો કપ સોજી
અડધો કપ ઘી
125 ગ્રામ ખોયા
બે અખરોટ, ઝીણી કતરી લેવી
15-20 બદામ, ઝીણી કતરી લેવી
15-20 કિસમિસ
પા ચમચી ઈલાયચી પાવડર

રીત
એક કઢાઇમાં બે ચમચી ઘી લો અને અંદર અડધી અખરોટ અને અડધી બદામને મધ્યમ આંચ પાર સાંતળી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ બાકીનું ઘી કઢાઇમાં લઈ લો. ત્યારબાદ અંદર સોજી ભેળવી બરાબર સાંતળી લો. આ દરમિયાન ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. સોજી ગોલ્ડન બ્રાઉન થાય એટલે અંદર દૂધ એડ કરો અને બરાબર મિક્સ કરો. સોજી દૂધ પી લે એટલે અંદર મિલ્ક પાવડર એડ કરો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર ખાંડ એડ કરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ અંદર ખાંડ વગરનો ખોયા એડ કરો અને બરાબર મિક્સ કરી લો.

બધુ જ બરાબર મિક્સ થઈ જાય અને અફ્લાતુનમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે અંદર ઈલાયચી પાવડર એડ કરો અને કિસમિસ નાખો. ત્યારબાદ વધેલાં અખરોટ અને બદામ પણ એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. અને એક મોલ્ડ કે થાળીને ઘીથી ગ્રીસ કરી અંદર અફ્લાતુનને બરાબર ફેલાવી દો. ઉપરથી લેવલ કરતી વખતે ઘી ઉપર આવશે, તો એની ચિંતા ન કરવી, બધુ જ ઘી એબ્સોર્બ (શોષાઈ જાય) થઈ જાય. બરાબર સેટ થઈ જાય એટલે ગમતા શેપમાં કટ કરો.

Tags : aflatoon recipe,aflatoon,mumbai famous sweet recipe aflatoon,aflatoon sweet,how to make aflatoon,aflatoon halwa recipe,how to make aflatoon sweet,how to make aflatoon at home,halwai style aflatoon,sweet recipe aflatoon,aflatoon recipe in urdu,famous sweet recipe aflatoon,aflatoon sweet recipe video,aflatoon kaise banaye,aflatton ki secret recipe,aflatoon recipe in hindi,aflatoon sweet recipe in hindi

No comments