ભ્રષ્ટાચાર


સત્તાનો લાભ લઈને, લોકોને અપ્રમાણિકતાથી અથવા અનૈતિક રીતે તેમના પોતાના લાભ માટે શક્તિનો દુરુપયોગ કરવો એ ભ્રષ્ટાચાર છે. જાહેર કર્મચારીઓ તેમના પગાર ઉપરાંત રોકડ અને ભેંટનો સ્વીકાર કરવો એ ભ્રષ્ટાચારના ભારતીય કાયદાઅનુસાર ગેરકાયદેસર છે. આવી કોઇ પણ પ્રવૃત્તિના બદલામાં, કોઈ વ્યક્તિની તરફેણમાં અથવા તેમની ફરજ ચૂકીને કાર્ય કરવા બદલ જાહેર કર્મચારીઓને અને આ પ્રકારના ગુનામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિને પણ સજા થઈ શકે છે.

જાહેર સેવકો (પબ્લીક સર્વન્ટ)
જો તમે જાહેર સેવક તરીકે કોઈ વ્યક્તિને જાહેર સેવકોને પ્રભાવિત કરવાના ગુનામાં મદદ કરે તો તમે કાયદો ભંગ કરી રહ્યા છો. જાહેર સેવકે વાસ્તવમાં કાર્યને પોતાના દ્વારા પાર ન પાડ્યું હોય, પર જે તે કાર્ય તેની સત્તાના જોરે, કે સત્તાના પ્રભાવ હેઠળ કાર્ય કર્યું કે કરાવ્યું હોય, તો તે ગુનો છે. આ ભ્રષ્ટાચાર બદલ દંડ સાથે 3 વર્ષથી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

ઉદાહરણ: 
જો એક સત્તાધારી મુખ્ય ઇજનેરને રોડ નિર્માણ ટેન્ડરમાં પોતાના મિત્રની તરફેણમાં તરફદારી કરવામાં આવે અને એ તરફદારીથી મિત્રને ટેન્ડર મળે પણ નહી તો પણ એ સત્તાધારીને ફક્ત અસરકારક ભાગ ભજવવા માટે સજા થઈ શકે છે.

No comments