સેડીશન - રાજદ્રોહ

રાજદ્રોહના કાયદાને સમજતા પહેલા, આપણે સરળ ભાષામાં આ શબ્દ – સેડીશન એટલે કે રાજદ્રોહની વ્યાખ્યા સમજવી જોઈએ:
સેડિશનનો અર્થ છે – રાજ્ય, સત્તા અથવા સરકાર સાથે રાજદ્રોહ, દગો, બળવો કે પછી બળવો થઈ શકે તેવા ઉશ્કેરણીજનક શબ્દો, ગતિવિધિ કે તેવી રીતે પરિસ્થિતિનું નિર્માણ કરવું
જે સરકાર વિરુદ્ધ દ્વેષ અથવા અવ્યવસ્થા લાવી શકે  તેવા કોઈપણ પ્રકારના ભાષણ, લેખિત અથવા બોલાયેલ અથવા હાવભાવને ભારતીય કાયદાની વ્યાખા અનુસાર પ્રતિબંધિત છે. આવી ક્રિયાઓ રાજદ્રોહ તરીકે ઓળખાય છે. આ પ્રકારના કૃત્યો પ્રત્યે ભારતીય કાયદો સખત છે અને તેવું કરનારને સજા આપે છે. જે સજા આજીવન કેદ પણ હોઈ શકે છે.

કાયદા દ્વારા રાજદ્રોહનો અર્થ

જ્યારે કોઈ પણ વ્યક્તિ ધિક્કાર અથવા તિરસ્કારની ભાવના અન્યોના વિચારોમા જન્માવવા અથવા સરકાર પ્રત્યે અસંતોષને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમણે રાજદ્રોહની કાર્યવાહી કરી છે તેમ કહેવાય. રાજદ્રોહની એક વ્યાખ્યા એટલે, શબ્દો દ્વારા આવી ધિક્કાર કે તિરસ્કારની પ્રક્રિયા થઈ શકે, જે ક્યાં તો બોલીને અથવા લખીને કરી શકાય અથવા કોઈપણ પ્રકારની દ્રશ્ય રજૂઆત જેમ કે ચિહ્નો, વિડિઓઝ, ચિત્રો અથવા કાર્ટૂન દ્વારા થઈ શકે છે.
જે રાજદ્રોહની કાર્યવાહીનું પરિણામ હિંસા અથવા જાહેર ડિસઓર્ડર અથવા હિંસા / જાહેર ડિસઓર્ડરનું કારણ બનતું હોય તેવામાં સુપ્રીમ કોર્ટે વિવિધ ચુકાદામાં એવું વલણ રાખ્યું છે કે રાજદ્રોહનો કાયદો ફક્ત ત્યાં જ લાગુ પડે છે જ્યાં વ્યક્તિ હિંસા કરે છે, અથવા કોઈ વ્યક્તિ હિંસા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે.

Reference : http://bit.ly/2A4K0WW

Tags : sedition,sedition act,sedition law,sedition case,sedition law india,indian sedition law,scp : sedition,sedition laws,12th edition,14th edition,13th edition,sedition in ipc,law of sedition,indian sedition,what is sedition,seditious,sedition meaning,sedition in hindi,trillanes sedition,alien & sedition acts,sedition law in india, sedition definition, the spirit of sedition, alien and sedition acts,arundhati roy sedition

No comments