રાજકોટ ટેસ્ટ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ ટીમને લાગ્યો મોટો ઝટકો

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં કેરેબિયન ટીમને એક ઝટકો લાગ્યો છે.
પોતાની નાનીના નિધનના કારણે વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બોલર કેમાર રોચને સ્વદેશ પાછા ફરવું પડ્યું છે.

રોચ એ ઘણા અનુભવી ઝડપી બોલર છે અને રોચની ગેરહાજરી વેસ્ટ ઇન્ડીઝ માટે પ્રથમ ટેસ્ટમાં આ મોટું નુકશાન છે. કેમાર રોચે ૪૮ ટેસ્ટમાં ૨૮.૩૧ના એવરેજથી કુલ ૧૬૩ વિકેટ ઝડપી છે. .

ઝડપી બોલર રોચની ગેરહાજરીમાં કોચ સ્ટુઅર્ટ લોએ ગ્રેબ્રિયલ, કેપ્ટન જેશન હોલ્ડર, કીમો પોલ તેમજ હાલમાં ક્રિકેટ ટીમમાં સમાવેશ થનારા અલજારી જોસેફ પર બોલિંગ આક્રમણનો ભરોસો જતાવ્યો છે.

No comments